- રાત્રે વહેલા જમી લેવું, ઊંઘના સમયમાં નિયમિતતા લાવવી, ડાબે પડખે ફરીને ઊંઘવું ઉપરાંત અમુક ખોરાક જેવા કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, દૂધની બનાવટો તેમજ ઠંડાં પીણાં લેવાનું ટાળવા જેવી બબતો મદદરૂપ થાય છે.
- ઍસિડ જ્યારે પેટમાંથી પાછું અન્નનળીમાં ધકેલાય ત્યારે તેને ઍસિડ રીફ્લક્સ અને જે બળતરા થાય છે તેને હાર્ટબર્ન કહેવાય છે. હંમેશાં મસાલેદાર ખોરાક અથવા વધુ ચરબીયુક્ત ખોરાક લેવાથી તેમજ ખૂબ જ ઝડપથી ભોજન લેવાની કુટેવથી પણ આ લક્ષણો દેખાય છે.
- લોકો આ સમસ્યાથી રાહત મેળવવા માટે ઘણી વખત આડેધડ દવાઓનો ઉપયોગ કરે છે પણ, જીવનશૈલીમાં ફેરફારો લાવીને આ સમસ્યાને ઘટાડી શકાય છે.
ગૅસ, ઍસિડિટી, ખાટા ઓડકાર, ઍસિડ રીફ્લક્સ અને છાતીમાં બળતરાની સમસ્યાની દવા લીધા વિના સારવાર માટે અહીં અમે તમને કેટલાક સચોટ ઉપાયો જણાવીશું જેના થકી તમને સમસ્યામાં ઘણી રાહત થશે!
1. હંમેશાં ડાબા પડખે સૂવું
જો તમે રાત્રે આ સમસ્યા વધુ અનુભવો છો, તો ડાબી બાજુએ સૂવાનો પ્રયાસ કરો. ડાબી બાજુ ઊંઘવાથી રાત્રે ગૅસ, ઍસિડિટી, ઍસિડ રીફ્લક્સ અને છાતીમાં બળતરાને ઘટાડવામાં મદદ મળે છે. ડાબી બાજુએ સૂવાથી સમસ્યામાં 70% સુધી ઘટાડો થઈ શકે છે.
2. ખાટલામાં માથાની બાજુને ઊંચી રાખો (4-6 ઇંચ)
બેડ કે ખાટલામાં માથાનો ભાગ ઊંચો રાખવાથી ગૅસ, ઍસિડિટી અને ઍસિડ રીફ્લક્સની સમસ્યામાં ઘટાડો જોવા મળે છે તેમજ GERDની સમસ્યા ધરાવતા લોકોમાં પણ છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર જેવાં લક્ષણો હોય તો તેમાં સુધારો થાય છે. તમારા બેડ કે ખાટલાનું માથું ઊંચું રાખવા માટે બંને પાયાની નીચે 4-6 ઇંચની ઊંચાઈ ધરાવતી ઈંટ જેવી વસ્તુ મૂકો.
3. રાત્રિ ભોજન વહેલાં કરી લો
જો તમને ઍસિડ રીફ્લક્સનો અનુભવ થાય છે તો ઊંઘવાના ત્રણથી ચાર કલાક પહેલાં તમારું રાતનું ભોજન લેવાનો પ્રયાસ કરો. બપોરના ભોજનમાં થોડો વધુ ખોરાક લઈ શકાય પણ રાતનું ભોજન હળવું બની રહે એવા પ્રયાસો કરો. રાતે મોડા તેમજ વધુ ખોરાક લેવાથી અને જમ્યા પછી તરત સૂઈ જવાથી ગૅસ, ઍસિડિટી અને ઍસિડ રીફ્લક્સની સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે.
4. કાચી ડુંગળી ન ખાઓ
ઍસિડિટી અને હાર્ટબર્ન જેવાં લક્ષણો માટે કાચી ડુંગળી એ દૂશ્મન સમાન છે. કાચી ડુંગળી પચવામાં તકલીફ ઊભી કરે છે અને તે અન્નનળીમાં આવેલા સ્તર પર બળતરા કરી શકે છે. તેમ છતાં જો તમારે ડુંગળી ખાવી જ હોય તો તેને રસોઈમાં રાંધીને ખાઓ. આમ કરવાથી ડુંગળીને લીધે થતી ગૅસ, ઍસિડિટી કે ઍસિડ રીફ્લક્સની સમસ્યામાં ઘટાડો જોવા મળશે.
5. થોડું થોડું એમ દિવસમાં ચાર કે પાંચ વખત ખાઓ
ઍસિડ રીફ્લક્સ સામાન્ય રીતે જમ્યા પછી વધે છે અને એક સમયે પેટ ભરીને ખાવાની આદત આ સ્થિતિને વધુ ખરાબ બનાવે છે. દિવસભર થોડું થોડું અને વારંવાર (દર દોઢ-બે કલાકે) ભોજન (ફળો, ધાણી, ચણા વગેરે) લેવાથી ગૅસ, ઍસિડિટી અને ઍસિડ રીફ્લક્સમાં મોટી મદદ મળી શકે છે.
6. તમારું વજન BMI મુજબ રાખો
પેટની વધુ પડતી ચરબી તમારા પેટમાં દબાણ ઊભું કરે છે જેથી તમારું જઠર ઉપર તરફ ધકેલાય છે. આ સ્થિતિને હિઆટલ હર્નિયા કે હિયાટસ હર્નિયા કહેવામાં આવે છે. પેટની ચરબી અને વધુ પડતું વજન હોય તો તેને ઘટાડવના પ્રયાસો કરવા જોઈએ. આ માટે ડૉક્ટરને મળીને સુરક્ષિત રીતે વજન કેવી રીતે ઘટાડી શકાય છે એ અંગે માહિતી મેળવો. પેટની ચરબી ઘટાડવી અને BMI પ્રમાણે પોતાનું વજન જાળવી રાખવાથી આ સમસ્યામાં ચોક્કસ રાહત થશે.
7. કાર્બોદિત પદાર્થ ઓછા કરો
સંશોધન દર્શાવે છે કે ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ આહાર લેવાથી ગૅસ, ઍસિડિટી અને ઍસિડ રીફ્લક્સની સમસ્યા વધુ બગડી શકે છે. આથી, કાર્બોદિત પદાર્થોનું સેવન ઘટાડવાથી સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે. પાચન તંત્રમાં અપાચિત કાર્બોહાઇડ્રેટ્સ હોવાને કારણે ઘણીવાર માત્ર ગૅસ અને પેટનું ફૂલવું જ નહીં, પણ ઓડકાર અને ઍસિડિટી પણ શરૂ થઈ જાય છે.
8. દારૂનું સેવન ઓછું કરો
9. ચા અને કૉફી બંધ કરો
10. સોડા અને ઠંડાં પીણાંનું સેવન ઓછું કરો
11. ખાટાં ફળોનો જ્યૂસ લેવાનું ટાળો
ઍસિડ રીફ્લક્સ ધરાવતા લોકોને ખાટાં ફળોનો રસ વધુ નડતર રૂપ બને છે. સંતરાં, નારંગી કે મોસંબીનો જ્યૂસ તેમજ અન્ય ખાટાં ફળો જેવાં કે દ્રાક્ષ, અનાનસ વગરે સહિતના ખાટા રસને છાતીમાં બળતરા માટેનું સામાન્ય કારણ માનવામાં આવે છે. આ ઘટકો ખૂબ જ ઍસિડિક હોય છે અને જો તે વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો અન્નનળીના સ્તરમાં બળતરા ઉત્પન્ન કરી શકે છે અને બાદમાં તે અપચાનું મુખ્ય કારણ બની શકે છે. જ્યારે આવાં ખાટાં ફળોના જ્યૂસ લેવામાં આવે છે ત્યારે હાર્ટબર્નની સમસ્યામાં વધારો જોવા મળે છે.
12. ફુદીનાનું સેવન ટાળો
ફુદીનો અને તેમાં રહેલાં કેટલાંક રસાયણો ઍસિડ રીફ્લક્સનાં લક્ષણોને વધારી શકે છે. ફુદીનો અથવા તો પિપરમિન્ટ અન્નનળીના વાલ્વનું દબાણ ઓછું કરી શકે છે, જે હાર્ટબર્નની સમસ્યાનું કારણ બની શકે છે. મેન્થોલ કે મિન્ટમાં જોવા મળતું રસાયણ ઍસિડિટી કે ઍસિડ રીફ્લક્સની સમસ્યા ધરવતા લોકોને વધુ પરેશાન કરે છે. જો તમને લાગે કે તે તમારી સમસ્યાને વધુ ખરાબ કરી રહ્યો છે છે તો ફુદીનો ટાળવો જ શ્રેષ્ઠ ઉપાય છે.
13. વધારે ચરબીયુક્ત ખોરાક ન લો
14. તમાકૂ અને ધૂમ્રપાન છોડો
જઠરમાંથી અન્નનળીમાં આવી જતા ઍસિડને તમારા મોંઢામાં રહેલી લાળ નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. પરંતુ તમાકૂનું સેવન કે ધૂમ્રપાન તમારા મોંમાં લાળનું પ્રમાણ ઘટાડી દે છે જેના લીધે આ કાર્યક્ષમતા ધીમે ધીમે ખોરવાઈ જાય છે. ધૂમ્રપાનને લીધે જે ઉધરસ આવે છે તે પણ ઍસિડ રીફ્લક્સનું કારણ બને છે. ધૂમ્રપાન છોડવાથી ઍસિડિટીની તીવ્રતા ચોક્ક્સ ઘટી શકે છે.
15. ધ્યાનમાં રાખવા જેવું
ઉપસંહાર
હાર્ટબર્ન એ એવી સમસ્યા છે જે વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. આ પરિબળોને ઓળખવા માટે તમારે અમુક ખોરાક અથવા પીણાં લીધા પછી તમારાં લક્ષણોને મોનિટર કરવાં પડશે. સમસ્યાને હળવી કરવા માટે ઘણી દવાઓ અને સારવારના વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં, જો તમે તમારા આહાર અને જીવનશૈલીમાં થોડા ફેરફારો લાવશો તો તમને મોટો લાભ થશે જ.
Very useful information sir...
ReplyDeleteThank you
Delete