ભારતમાં એકસમાન સમય સુનિશ્ચિત કરવા અણુ ઘડિયાળનો ઉપયોગ

દેશભરમાં એકસમાન સમય સુનિશ્ચિત કરવા માટે ભારત દ્વારા અણુ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવશે


  • હાલમાં સ્માર્ટફોન, ડિજિટલ ઘડિયાળો, લૅપટોપ વગેરે જેવાં ઉપકરણો ખરેખર ભારતીય માનક સમય પર આધારિત છે તેની ખાતરી કરવા માટે ભારત સરકાર દેશભરમાં અનેક અણુ ઘડિયાળો તહેનાત કરી રહી છે. 
  • જેમાં મોટાભાગનાં સૉફ્ટવૅર ઑપરેટિંગ મોડ્યૂલો જેમ કે વિન્ડોઝ અને ઍન્ડ્રોઇડ, યુએસ-આધારિત નેટવર્ક ટાઇમ પ્રોટોકોલ સર્વર્સ પર આધાર રાખે છે. 
  • વર્તમાનમાં વિશ્વના ચાર દેશો જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ્‌, જાપાન અને દક્ષિણ કોરિયાએ તેમની અણુ ઘડિયાળો વિકસાવી છે.

  • અણુ ઘડિયાળની શોધ 1955માં યુનાઇટેડ કિંગડમ્‌ ફિઝિકલ નૅશનલ લૅબોરેટરીના ભૌતિકશાસ્ત્રી લુઇસ એસેન દ્વારા કરવામાં આવી હતી.
  • આ અણુ ઘડિયાળોને ક્વાર્ટ્‌ઝ ક્રિસ્ટલ ઘડિયાળો કરતાં વધુ સ્થિર ગણવામાં આવે છે જેમાં સૌથી અદ્યતન અણુ ઘડિયાળ દર 300 અબજ વર્ષમાં એક સેકન્ડ ગુમાવે છે.

  • ઉપરાંત આ ઘડિયાળો ક્વાર્ટ્‌ઝ ક્રિસ્ટલ ઘડિયાળને અણુ સાથે જોડે છે જે અણુ ઘડિયાળ સામાન્ય રીતે સીઝિયમ અણુનો ઉપયોગ કરે છે અને ખૂબ ચોક્કસ આવર્તન ધરાવે છે જે સમગ્ર બ્રહ્માંડમાં સુસંગત છે.
  • કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલય કાનૂની મિટિરિયોલૉજી વિભાગ અને રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા ફરીદાબાદ અને અમદાવાદમાં હાલની ઘડિયાળો ઉપરાંત ભુવનેશ્વર, જયપુર અને હૈદરાબાદમાં નવી અણુ ઘડિયાળોની સ્થાપના કરી છે.

Post a Comment

Previous Post Next Post