TATA કંપની દ્વારા ચાર્જિંગ સ્ટેશન માટે HPCL સાથે કરાર પર હસ્તાક્ષર

  • તાજેતરમાં ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
    TATA and HPCL Collaboration

  • દેશભરમાં ઇલેક્ટ્રિક વિહિકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે સમજૂતીના મેમોરેન્ડમ માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
  • જે તેમના પેટ્રોલ પંપ પર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં મદદ કરશે જેના પ્રથમ તબ્બકામાં આ વર્ષે ડિસેમ્બર સુધીમાં HPCL પંપ પર 5000 ચાર્જર ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય છે.
  • હાલમાં ભારતમાં લગભગ 21500 HPCL પેટ્રોલ પંપ છે જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ગ્રાહકના અનુભવને બહેતર બનાવવા માટે ચાર્જરના વપરાશ પર માહિતી એકત્રિત કરશે.
EV Charging Station

  • HPCL એ અત્યાર સુધીમાં 3050 EV ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યાં છે જ્યારે ટાટા મોટર્સ દ્વારા ગુરુગ્રામ ખાતે તેના પ્રથમ EV-ઓન્લી શો-રૂમનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.
  • આ સહયોગ HPCLના વ્યાપક ફ્યૂઅલ સ્ટેશન નેટવર્ક અને 1.2 લાખથી વધુ Tata EVsમાંથી ભારતીય રસ્તાઓ પર TPEM આંતરદૃષ્ટિનો લાભ લેશે.
  • TPEM અને HPCL વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય લોકોને દેશમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.
મહિતી: બુક બર્ડ ઍકેડૅમી

1 Comments

Previous Post Next Post