વીમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની ફાઇનલ મૅચમાં રોજ રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોરની ટીમે દિલ્લી કૅપિટલ્સને 08 વિકેટથી હરાવીને ટ્રૉફી જીતી લીધી છે.
Image: media.licdn.com- આ સાથે રોયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે 16 વર્ષ પછી પ્રથમ વખત પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું છે.
- આ ફાઇનલ મૅચનું આયોજન દિલ્લીના 'અરુણ જેટલી સ્ટેડિયમ' ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બીજી વખત પણ WPL ચેમ્પિયન બનવાનું દિલ્લીનું સપનું અધૂરું રહી ગયું.
- આ ફાઇનલ મૅચમાં દિલ્લી કૅપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં 113 રન બનાવ્યા હતા જેના જવાબમાં રોયલ ચૅલેન્જર્સ બેંગલુરુએ 114નો ટાર્ગેટ પાર કરી લીધો હતો.
Image: thefaceofindia.in
આ મૅચમાં શ્રેયંકા પાટિલને ચાર વિકેટ લેવા બદલ સર્વશ્રેષ્ઠ બૉલર તરીકેનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- આ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમ રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોરને ટ્રૉફી અને 06 કરોડ, જ્યારે રનર-અપ ટીમ દિલ્લી કૅપિટલ્સને ટ્રૉફી અને 03 કરોડ આપવામાં આવ્યા હતા.
Tags
Sports