વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ફિનલૅન્ડ પ્રથમ (World Happiness Report 2024)

 વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ફિનલૅન્ડ પ્રથમ

World Happiness Report

  • તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક 'વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ'ની જાહેરાત કરવામાં આવી હતી.
  • આ રિપોર્ટમાં ફિનલૅન્ડને સતત સાતમી વખત વિશ્વના સૌથી ખુશ દેશની યાદીમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.
  • આ રિપોર્ટમાં 10 નોર્ડિક દેશોએ સૌથી ખુશ દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે જેમાં ડેન્માર્ક, આઇસલૅન્ડ અને સ્વિડન પણ સામેલ છે.
  • વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટની 143 દેશોની યાદીમાં ભારત 126મા ક્રમે છે જે ગયા વર્ષે પણ આ જ ક્રમ પર હતું.

  • સંયુક્ત રાષ્ટ્રના આ અહેવાલની તૈયારીમાં ઘણાં મુખ્ય મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વ્યક્તિના જીવન સંતોષના સ્વ-મૂલ્યાંકન સાથે માથાદીઠ GDP, સામાજિક આધાર, સ્વસ્થ જીવન અપેક્ષા, સ્વતંત્રતા, દયા અને ભ્રષ્ટાચાર સામેલ છે.
  • આ અહેવાલમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ જીવન મૂલ્યાંકનના આધારે સુખી દેશોને રૅન્ક આપવામાં આવ્યો છે.
    મહિતી: બુક બર્ડ ઍકેડૅમી

Post a Comment

Previous Post Next Post